શું સમજી બેઠા
શું સમજી બેઠા
દીવાની લો જો હોલવાઈ,
તો વાંકે હવાનો સમજી બેઠા,
વહેતી આંખોથી અશ્રુબિંદુ જોયા,
તેઓ ગંગા,યમુના નીર સમજી બેઠા,
હૈયાની પ્રેમતણી વેદનાઓને તેઓ,
ગંભીર હૃદયરોગની બીમારી સમજી બેઠા,
પતીક્ષા જો કરી ક્ષણ ભર કોઈની,
સમયની એ પરીક્ષાઓ સમજી બેઠા,
તલબમાં બે શ્વાસ એ ઊંડા જો લીધા,
વરતા આબોહવાના વાયરા સમજી બેઠા,
હૃદયની મીઠી લાગણીઓને પણ તેઓ,
સગવડતા કિતાબી પાત્રો સમજી બેઠા,
ભલેને ગમે તે કરી એકની એક વાત સમજાવો,
શીલ"ની કિતાબી મગજમારીએ શું સમજી બેઠા ?
