મઝધાર
મઝધાર
ચાલી જઇશ છોડી ને મઝધારમાં,
મારી અસ્તિ ને કાંધો દઈ કહેજે
વાહ શું વાત છે !
અગ્ની દાહ આપીને કહેજે, તુ કેમ છે ?
દર્દ દુનિયાના ભુલી મારા ચિત્ર જોઈને કેજે,
તારી યાત્રા સફળ થઈ.
કયારેક એકલું લાગે તો મારા ચિત્રને જોઈ હસી લેજે,
કામથી થાકી ગયો હોય,
તો મને જોઈ ને કેજે તુ બોલતી કેમ નથી "
જો તને કઈ મલે નહી તો, અવાજ કરી દેજે,
એકલું જો તને લાગે, તો મારી તસ્વીર,
હાથ માં લઈ રડી લેજે.
