Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pushpak Goswami

Tragedy Others

3  

Pushpak Goswami

Tragedy Others

યાદ છે ને

યાદ છે ને

1 min
130

આપણે પહેલી વાર મળ્યા'તા જ્યાં, એ રસ્તો તો યાદ છે ને ?

પછી પ્રેમના પુષ્પો ખીલ્યા'તા જ્યાં, એ બાગ તો યાદ છે ને ?

આવી'તી વસંત જે પહેલા પ્રેમમાં, એ વસંત તો યાદ છે ને ?

ફૂલોની ફોરમ સંગ મહેક્યાં'તા બેઉં, એ સુગંધ તો યાદ છે ને ?

વર્ષાની ઝરમર ને ભીની માટી, એની ભીનાશ તો યાદ છે ને ?

વરસાદી હેલીમાં ભીંજાયા આપણે, એ રાત તો યાદ છે ને ?

ભલે હો રસ્તા અલગ આપણાં, પણ મંજિલ તો યાદ છે ને ?

જીવનની મઝધારે બદલી'તી દિશા, એ વળાંક તો યાદ છે ને ?

શું ફર્ક પડે કોનો વાંક-સાચું કોણ, એ કિસ્સો તો યાદ છે ને ?

કિસ્સો પણ ભૂલી જશો તો ચાલશે, કારણ તો યાદ છે ને ?

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy