કેમ તને વિસારું
કેમ તને વિસારું
શોધવું છે આજ મારે, તેનાં હૃદય તણું પગેરું,
હોય એવું કોઈ અંગત, કે જે ઘટમાં ગહેકે ઘેરું,
અમીરોની ચમક વચ્ચે, ફિક્કું પડ્યું અજવાળું,
હૈયે દીવો પ્રગટાવી, હણું તિમિર કેરું અંધારું,
જગ આખું કહે તને, વિસરાઈ ગઈ છબી તારી,
સ્વપ્ન મહીં યાદ છે તું, કહે કેમ કરી તને વિસારું,
જોયા છે મેં ચારેકોર, ચહેરા સઘળા અતીતનાં,
તુજ કહે આ જગમાં હવે, કોને દિલથી પોકારું,
સૌ કોઈ દોડે છે આજે, ખરડવા છબી બીજાની,
સ્વાર્થ તણી આ દુનિયાને, કહે કેમ કરી સુધારું.