પરવાના તમારા
પરવાના તમારા
આજે પણ હયાત છે, પગરવનાં નિશાન તમારા,
શું ખરેખર એંધાણ છે, પાછા આવવાનાં તમારા,
આવી છે ફરીથી વસંત, જોને આપણાં મિલનની
પૂછે છે આજ મોસમ, ક્યાં ગયા પરવાના તમારા,
અફવા હતી એ કે હકીકત, વાત કરે વડવાઈઓ,
જાણતી હતી તે પણ, સાથ છોડી જવાનાં તમારા,
ખરતા જોઈ સૂકા પાન, આવે હસવું લીલા પાનને,
થયું મને કે પૂછી લઉં, ડેરા કાયમ રહેવાનાં તમારા,
આખું વિશ્વ જેણે જીત્યું, ને દુનિયા પર રાજ કર્યું'તું,
કહેતો ગયો જગને, ખિસ્સા ખાલી હોવાનાં તમારા.