ડંખતો સવાલ
ડંખતો સવાલ
અમસ્તુ અમસ્તુ મુખ મારું, કોને ખબર શાને મલકાયું,
નક્કી હશો ક્યાંક આસપાસ, એટલું તો મને સમજાયું,
ઉભરી છે હરખની હેલી હૈયે, ને મળ્યા નૈનોથી નયન,
જોઈ અવસર રૂડો મિલનનો, હૈયું મારું ખૂબ હરખાયું,
સાચવી રાખ્યું'તું દિલ મારું, આ મતલબી દુનિયાથી,
બિછાવી જાળ શબ્દોની, અંતે વલણ તમારું બદલાયું,
સમજ્યો જ્યારે હું સ્વાર્થ તમારો, ઘણું મોડું થઈ ગયું,
અંતે એટલું સમજી શક્યો, દિલ મારું ક્યાંક અટવાયું,
ખીલવ્યું'તું જે પ્રેમપુષ્પ આપણે, જાત આપણી ઘસીને,
આમ અચાનક ભર્યા વસંતમાં, કોણ જાણે કેમ કરમાયું,
રહેશે સદા દિલને નિષ્પક્ષ, એક જ ડંખતો સવાલ અહીં,
દિલને કોઈ વાગ્યો પથ્થર, કે દિલ પથ્થર સાથે અથડાયું !