તારા આંસુ છૂપાવ
તારા આંસુ છૂપાવ
શાને મારે તું હવાતિયાં, પ્રેમ શોધવાં કાજ,
તારી આસપાસ જ છું, જરા નજર દોડાવ,
છે પ્રેમનો સવાલ, જરાક તો નજીક આવ,
તોડી બંધનો જગનાં, પ્રેમથી ગળે લગાવ,
જે વચને કર્યો તો પ્રેમ, એ યાદ છે કે ભૂલી ગઈ,
નથી પ્રેમ તો કંઈ નહીં, દુનિયાદારી તો નિભાવ,
અફસોસ એ નથી કે, તું મળવા પણ ના આવી,
તારા કોઈ અંગત પાસે, મારી ખબર તો પૂછાવ,
તું જ કહેતી હતી મને, દૂર થઈશું તો બંને રડશું,
હોય જો હામ હૈયામાં, તો તારા આંસુ છૂપાવ.