એક દોસ્ત હતો
એક દોસ્ત હતો
એક દોસ્ત હતો, જે આખી દુનિયા બરાબર હતો,
દુનિયા તેને શોધતી, ને હું તેનામાં દુનિયા શોધતો,
ક્યારેય કશું જ કીધું નથી, મેં મારા દર્દ વિશે તેને,
છતાં મારા મૌનમાં રહેલા, શબ્દોને પણ તે સમજતો,
એક દોસ્ત હતો, જે આખી દુનિયા બરાબર હતો,
મળી જ્યારે જ્યારે મને, એકલતા આ દુનિયાથી,
મારી પડખે ઊભેલો, તે મારો જ પડછાયો હતો,
દુનિયા માટે ભલેને, શરીર જુદા હતાં અમારા,
સદા સાથે રહી, હંમેશા મારામાં પ્રાણ ફૂંકતો,
એક દોસ્ત હતો જે આખી દુનિયા બરાબર હતો,
દુનિયા કેટલી મતલબી છે, સૌને લીલું પાન જોઈએ,
મારી ખુશી માટે પોતે, ખરતાં ને ઊડતાં પાન માંગતો,
લોકો ઘર સુધી આવી, હાથ જોડીને જતાં રહેતાં,
ફક્ત તે જ હતો, જે અર્થીમાં પણ મારી સાથે હતો,
એક દોસ્ત હતો, જે આખી દુનિયા બરાબર હતો,
દુનિયા તેને શોધતી, ને હું તેનામાં દુનિયા શોધતો.