સમય સમયની વાત
સમય સમયની વાત
મને પણ આ જિંદગીમાં, એકવાર ઠોકર વાગી હતી,
એવું લાગ્યું જાણે કોઈ, અંગતની નજર લાગી હતી,
બચાવી રાખી હતી જેને, મેં દુનિયાની નજરોથી દૂર,
કોણ જાણે કેમ આજે, તે મારાથી જ દૂર ભાગી હતી,
ક્ષણભરમાં કિસ્મત ફૂટી, ગંજીફાની રાણી પણ છૂટી,
હવે ક્યાંથી લાવીશ તેને, જેને દુઆઓમાં માંગી હતી,
ચાર દિવસની ચાંદની બાદ, તેની પણ રાત અંધારી હતી,
હતી જે કાલે કોઈની પ્રિયતમા, આજે ખુદ વૈરાગી હતી,
સાથ મારો છોડી ગઈ, જીવનની દિશા બદલતી ગઈ,
પ્રેમનો વહેમ તૂટ્યો આજે, ને કિસ્મત મારી જાગી હતી,
સમય સમયની વાત છે, નસીબનો ક્યાં કોઈ સાથ છે,
કાલે તેણે મને છોડ્યો'તો, આજે મેં તેને ત્યાગી હતી.