પ્રેમ પણ ગયો
પ્રેમ પણ ગયો
હતો જેનાં પર અનહદ પ્રેમ, તે પ્રેમ પણ ગયો,
મળી ગયો'તો કોહિનૂર મને, તે વહેમ પણ ગયો,
જેનાં સંગે રચ્યાં'તા રાસ, પ્રેમ તણાં બાગ મહીં,
ક્યાંક ખોવાણી એ રાધા, ને તેનો શ્યામ પણ ગયો,
વાત શું કરવી અહીં સતીની, ઇતિહાસ સાક્ષી છે,
એક સીતા શું ગઈ લંકામાં, સંગે તેનો રામ પણ ગયો,
નાની નાની વાતમાં તે રિસાતી, ને કરતો હું માફ સદા,
રિસાવાનું કારણ છોડો, તેનાં પરનો રહેમ પણ ગયો,
તેનાં વિયોગનો કડવો ઘૂંટ, હસતાં હસતાં હું પી ગયો,
અંતે આવી વિદાય વસમી, ને મારો આતમ પણ ગયો.