બદલાઈ જશે
બદલાઈ જશે
1 min
318
બદલી જો તારી દિશા, દશા પણ બદલાઈ જશે,
હશે જો કિસ્મતમાં, તારી તકદીર બદલાઈ જશે,
ના કર ખોટું ગુમાન, તારા રૂપ અને રૂપિયાનું,
આજે ખીલ્યું જે ગુલાબ, કાલે તે કરમાઈ જશે,
રાખ ભરોસો ખુદ પર, કર બુલંદ તારા ઈરાદાઓ,
કિસ્મત પર પડેલું પાંદડું, પળવારમાં ફેરવાઈ જશે,
કર મહેનત એટલી કે, સફળતા તારા કદમ ચૂમે,
તારો પરિશ્રમ જોઈને, નિષ્ફળતા પણ શરમાઈ જશે,
આજ ભલે હસતાં લોકો, તારી પરિસ્થિતિ જોઈને,
તારો પણ સમય આવશે, તું ખુદ પર હરખાઈ જશે.