ચકીબેન ચકીબેન
ચકીબેન ચકીબેન
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ચકીબેન ચકીબેન, રમવાને ચોકમાં આવજો રે,
રમશું સંગાથે સહુ, સાથે કાબરને લાવજો રે...
ગંગા જમનાનાં નીર અમે તેડાવ્યા,
આવો ને છબ છબ કરવા રે...
જોજો પાછા રમવા એકલા ન આવતા,
સંગે સહેલીઓને લાવજો રે...
ચકીબેન ચકીબેન, રમવાને ચોકમાં આવજો રે,
રમશું સંગાથે સહુ, સાથે કાબરને લાવજો રે...
દાળ અને ચોખાનાં અન્નકૂટ ભરાવ્યા,
પ્રેમથી ચણવાં આવજો રે...
ચીં ચીં ના કલરવ સંગ ઘર ગજવીને,
આંગણા અમારાં દીપાવજો રે...
ચકીબેન ચકીબેન, રમવાને ચોકમાં આવજો રે
રમશું સંગાથે સહુ, સાથે કાબરને લાવજો રે.