Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jashubhai Patel

Others Romance

4  

Jashubhai Patel

Others Romance

આખી રાત તો તે વરસ્યો

આખી રાત તો તે વરસ્યો

1 min
13.9K


આખી રાત તો તે વરસ્યો .....

છતાં લાગે કેટલો તરસ્યો ?

ના વાદળ કે ના વિજળી ,

તોયે, જોને તે કેટલું બધું ગરજ્યો !


આવ્યું તું વાવાઝોડું ને તોફાન

બાપ રે ! કેવું તે ઘૂરક્યો !

વાખું બારી તો ખૂલે બારણું ,

તોયે, તેનો તો વાળ એકે ય ન ફરક્યો


થઇ ગઇ'તી કેવી હું બેહાલ ,

ઇચ્છાનો આ ફણીધર કેટલું ડસ્યો !

તારાઓ બધા હસ્યા ખડખડાટ ,

ચંદ્ર પણ વાદળની આડ લઇને હસ્યો


આંખોમાં ચડ્યું પછી મસ્તીનું ઘેન ,

કેશમાં ગૂંથેલ ગજરો મારો મહેંક્યો !

સુગંધના તો એવા ઊડ્યા ફૂવારા કે ,

મનનો મયૂર પણ સોળે કળાએ ગહેંક્યો


હૈયાના મારા આભમાં રમાયો રુડો રાસ ,

ને માંયલો પણ જોને કેવું હરખ્યો !

વિસરી ગઇ દેહનું સઘળું ભાન હું ,

ને વિસ્મયનો આ પાલવ 'જશ' કેવું સરક્યો !


Rate this content
Log in