Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others Romance

4  

Jashubhai Patel

Others Romance

બધું જ લીલુંછમ !

બધું જ લીલુંછમ !

1 min
13.9K


મરુભૂમિ સમ આ હૈયા પર મારા

પડ્યો પ્રેમનો જોરદાર વરસાદ તારો

બધું જ લીલુંછમ !


યુગયુગથી તરસી આ આંખોને

મળ્યો સ્નેહભીનો એક ઇશારો તારો

બધું જ લીલુંછમ !


સૂકી ઉજ્જડ નદી સમ આ હ્રદયને

મળ્યો વિસ્વાસનો ઘૂઘવતો દરિયો તારો

બધું જ લીલુંછમ !


પડતા, આખડતા, ભટકતા આ કદમોને

મળ્યો સ્થિર, અડીખમ ખભાનો સહારો તારો

બધું જ લીલુંછમ !


આકળા ઊનાળાના બળબળતા આવા બપોરે

મળ્યો પ્રેમાળ સ્મિતનો આવકારો તારો

બધું જ લીલુંછમ !


'મન હરાયું ઢોર મારુ, ભટકે ચારેકોર' ને

મળ્યો ખીલો, સ્પર્શની ગમાણનો તારો

બધું જ લીલુંછમ !


'એક સાંધતાં તેર તૂટતાં આ 'જશ'ના વહાણને

મળયો મજબૂત ને સલામત કિનારો તારો

બધું જ લીલુછમ !


Rate this content
Log in