વરસાદ
વરસાદ

1 min

14.7K
બે ઘડી પાસે રહો તો પ્યાર જેવું લાગશે .
હાથમાં બસ હાથ આપો યાર જેવું લાગશે .
સાંભળીને સાદ મારો આવશે જો શ્યામ તો ,
જિંદગીમાં બે ઘડી આધાર જેવું લાગશે .
વાંસળીના સૂર મીઠા કાન જ્યાં રેલાવશે ,
સાંભળીને દિલમાં બસ તાર જેવું લાગશે .
ઓઢણી જ્યાં ઓઢશે નભ પ્રેમથી વરસાદની ,
આ ધરાનું રુપ પણ ગુલઝાર જેવું લાગશે .
શાયરીનાં શબ્દમાં જ્યાં શ્વાસ રોપાશે નવાં,
હાય રે "પલ્લું" જીવન આ સાર જેવું લાગશે .