આઘાત
આઘાત
જિંદગીમાંથી એક વાત શીખી.......,
જે ખૂબ ગમતું તે કાયમ,
આપણી સાથે રમત રમતું..!
આપણી લાગણીઓનાં કરતું બેહાલ,
છેવટે તો પ્રભુનો હાથ જ તું ઝાલ..!
આપે વારંવાર આઘાત પર આઘાત,
છલના કરવામાં તો એકદમ નિષ્ણાંત..!
કરે આપણા વિશ્વાસ પર વજ્રઘાત,
તો ય ન આપી શકીએ કોઈ વાતે પ્રત્યાઘાત...!
જીરવી લેતાં આપણે તો ય આ આઘાત,
પ્રેમમાં ભરોસાની કિંમત ઘટાડતો આ વિશ્વાસઘાત..!
દુશ્મનો સામે તો કદાચ લડી લઈશું,
પરંતુ..
જરાસંઘ બની ક્યારેય ના કરશો
વિશ્વાસઘાત..!
વિશ્વાસ શબ્દમાં આવી રમતો શ્વાસ,
ક્યારેક મૃત્યુ પણ રમી જતું
રમત,
ભરયુવાનીમાં કેટલાયનાં શ્વાસની કરતું કપાત...!
અને એય મારું બેટુ કરતું
વિશ્વાસઘાત,
આપતું વ્હાલાઓને આઘાત પર આઘાત..!
