મઝધાર
મઝધાર
કેમ કરીને નિભાવું હવે સંબંધોનો પણ ભાર લાગે છે,
સહી લઉ છું કડવાં વચનો રોજબરોજ સતત એનાં હવે એ પણ આધાત લાગે છે,
દરિયામાં હાલક ડોલક કરતી ચાલતી હતી અમ નાવડી,
મઝધારમાં અટવાઈ તો એવી કે હવે કિનારો દૂર લાગે છે,
નિયતીનો ખેલ કોઈ સમજી શક્યું નથી આજ સુધી !
રંગમંચ પર ખેલખેલે કઠપૂતળીના હવે એ સાચું લાગે છે,
છૂટાછેડાના કાગળ હાથમાં છે જે હવે લગ્ન તૂટયાનું પ્રમાણ લાગે છે,
પોતાનાંમાં જ અલમસ્ત રહેતો એક વળાંક પછી હવે એને રસ્તો સીધો લાગે છે,
મૂકી દીધી મારા કંઈ લઈ જવાનું નથી એ હવે ખરું લાગે છે,
લકીરમાં નથી એ ક્યારેય મળવાનું નથી હવે એ હકીકત લાગે છે.
