નારી
નારી
નારી ઈશ્વરની તું ગજબ કરામત દરેક ક્ષેત્રે નારી તું છે છવાણી
નારી તું કમ નથી ને કમજોર પણ નથી,
કેટલાંય કિરદાર નિભાવ્યા છતાં તું ના હારી
નારી તારા મુખ પર ક્યારેય લાચારી ના દેખાણી,
નારી તું દુર્ગા, કાળી તારું પ્રચંડ રૂપ બધાં પર છે ભારી
નારી તું જ સમજે છે બધી દુનિયાદારી,
તારા કેટલાક રૂપ ને કેટલીય કહાણી
દીકરી બની તું સૌની દુલારી,
કાયમ રહે તું પપ્પાની રાજદુલારી
બહેન બની ને લાગે છે પ્યારી,
પરણી પત્ની બની શરૂ કર્યું તે બીજું જીવન
તું માં બની મમતાની મૂરત,
કેટકેટલાં તું પદ સંભાળતી બધાનાં તું સમય સાચવતી
નારી તું જ કેળવણીકાર ઘરની દીવાલોને તું મંદિર બનાવતી,
તારું રૌદ્ર રૂપ તો લાગે બહુ ભયંકર
નારી તારું પ્રેમાળ ને સૌમ્ય રૂપ લાગે અતી સુંદર.
