બેફામ પ્રેમ
બેફામ પ્રેમ
મારો બેહદ બેફામ પ્રેમ જ હતો એક તરફી,
એમાં નરી ઘેલછા રહી ગઈ,
પ્રેમ તો ફક્ત મિથ્યા જ છે,
લાગણીઓની નકામી વાતો રહી ગઈ,
ખોજવી હતી શુકુનની થોડી પળો,
પણ સુખ શાંતિ ખોવાઈ ગઈ,
ને નરી એકલતા રહી ગઈ,
કંઈક તો હતું એમાં ચુંબકીય
આકર્ષણ હતું કે લાલચ હતી,
એની વાસ્તવિકતા પારખવાની રહી ગઈ,
પામવો હતો ક્ષણિક આનંદ,
પણ હાથમાં દર્દની દોરી રહી ગઈ,
મને એ હતું કે તું સાચો છે,
પણ મારી આ ભ્રમણાઓ ખોટી રહી ગઈ,
મનગમતી પળો માણવી હતી સાથે,
પણ ફક્ત યાદો નું દર્પણ રહી ગયું,.
સાંભળ્યું છે કાંઈ મેળવવા માટે કંઈક ખોવું પડે છે,
પણ ખબર નહીં મને ખોઈને એને શું મળ્યું હશે....⁉️
