શ્રી કૃષ્ણ
શ્રી કૃષ્ણ
શ્રી કૃષ્ણનું ઈશ્વરીય રૂપ અવ્યક્ત અવર્ણનીય છે
આ ચરાચર જગતમાં બધું જ અલૌકીક છે,
દરેક જગ્યાએ મોહ પમાડે છે
મન ચંચળ છે એને બાંધી શકાય નહીં,
પ્રભુ ભક્તિમાં લીન રહેવા પ્રભુનું વર્ણન
આ તો મારાં કાનાની વાત છે,
કેમ કરીને કહેવાય ને કેમ કરીને વર્ણવાય
શ્રી કૃષ્ણ તો અવર્ણનીય છે,
શ્રી કૃષ્ણનું અજન્મા અવિનાશી સ્વરૂપ અકલ્પનીય છે
શ્રી કૃષ્ણનું ઈશ્વરીય રૂપ જોવાં અર્જુન ને પ્રભુ એ અલૌકીક ચક્ષુ આપ્યા હતા
શ્રી કૃષ્ણનું ઈશ્વરીય રૂપ અવર્ણનીય છે,
શ્રી કૃષ્ણને ગમે તે સ્વરૂપે સ્વીકારી શકાય
પિતા, ભાઈ, પુત્ર, સખો...... શ્રી કૃષ્ણનાં બધાં સ્વરૂપ અવર્ણનીય છે.
