તોફાન
તોફાન
દિલમાં તોફાન ઊઠે છે કંઈક કર,
આ જાલીમ જમાનાને જિંદગીની કદર થાય છે,
સમંદરમાં આવેલી લહેરો ઊઠે છે કંઈક કર,
સુકાની વિના નાવડી ભર દરિયે ડૂબાય છે,
વાવાઝોડાથી પવનનું તોફાન ઊઠે છે કંઈક કર,
વિનાશથી તો ડુંગરા પણ ડોલતાં થાય છે,
મનનાં આવરણમાં વિચારો ઊઠે છે કંઈક કર,
કલમની સંગાથમાં શબ્દો પણ મૂંઝાય છે,
આ ઝંઝાવાત મૃગજળ જેવો છે કંઈક કર,
આભાસી પડછાયાની આહટ થાય છે,
શ્વાસોના શ્વાસની સરગમ ઊઠે છે કંઈક કર,
દિલનાં ધબકારનાં પડઘાં સંભાળય છે,
"સખી" પ્રાર્થના કરવા હાથ ઊઠે છે કંઈક કર,
પ્રભુની પ્રીતનાં નાદનો લય પરખાય છે.
