મા બાપ
મા બાપ
જન્મ થાય સંતાનનો
હરખ ના સામાય મા બાપનો
હરખે, હરખાય માત પિતા અને બાળક
બાળક મોટું થાય, સાથે સમજ આવે
સારા ખોટાની
મા બાપ નો પ્રેમ એવો કોઈને કહ્યો જાય નહિ,
વાત્સલ્ય પણ હોય, અને મીઠો
છણકો ય હોય, એમાં ભળે જિદ,
પ્રેમ વશ, જિદ પૂરી થાય અને
બાળક બને બેફામ,
એવે વખતે સમયથી જો
બાપા આવે વ્હારે, સમજુ બાળક
આવે બા'ર ભ્રમમાંથી,
મા હરખાય ને બાપને થાય સંતોષ,
બાળ બગડ્યું નહિ ને, ઘર ભેગું થયું,
ઉભરાયો પ્રેમ જીવંત પર્યંત,
દીકરી જાય જ્યારે સાસરે
બાપ રડે માત્ર એક વખત,
હિંમત આપે દીકરી ને,
ચિંતા નાં કરતી દીકરી, બાપ તારો બેઠો છે,
ખુશી ખુશી વિદાય કરે, દીકરી બાપની ચિંતા કરે.
