વીજળી
વીજળી
ન હતી ધરમાં જ્યારે લાઈટ અને પંખા
હતો નજરો સુંદર અને મઝાનો,
રાત્રે જાણે ગગને ઓઢી ચૂંદડી મઝાની
ટીપકીવાળી, ઠંડો ઠંડો પવન વાય ને
આકાશ તારે મઢેલું ચમકતું દેખાય,
એમાં ઊડે આગિયા અને ચમકે એની લાઈટ,
પછી થઈ જ્યારે શોધ વીજળીની,
કલર સાત રંગનાં થાય લાઈટો,
વીજળીનાં સહારે ચાલવા લાગ્યો સંસાર,
જાતજાતની શોધ થઈ
વીજળીનો વધ્યો વપરાશ,
વીજળી પણ કેવી
હવે ટેવાઈ ગયો માનવી વીજળીથી,
વીજળીનાં સહારે ચાલે આખું જગત
વિમાન સેવા, ટ્રેન દ્વારા પહોંચાય
એક જગ્યાથી બીજે ગામ કે શહેર,
હવે આવ્યો મોબાઈલ એવો,..
માનવી ગુંથાયો એવો મોબાઈલમાં
ચાર્જ કર્યા વગર ચાલે નહિ,...
વીજળી વગર અંધારું ચારેકોર,..
વીજળીથી થાય કામ બધા,..
એક વીજળીથી ઘરમાં થાય અજવાળું
અને એક વીજળી ગર્જના કરે આકાશે,
આકાશી વીજળીથી આવે વરસાદ,
ગડગડાટ થાય ને આકાશમાં વીજળી થાય.
