STORYMIRROR

Manisha Patel

Abstract

3  

Manisha Patel

Abstract

આવને વરસાદ

આવને વરસાદ

1 min
118

ચાતક બની બેઠેલી ધરાની એક જ છે હવે ફરિયાદ, 

હૃદય બની રહ્યું છે મરુભૂમિ હવે તો આવને વરસાદ,


તૃપ્ત થાય અંતર અને પ્રકૃતિના અંશોને નવજીવન મળે,

ખેતરે રાહ જોવે બીજ પલ્લવિત થવા, આવને વરસાદ,


સજવા છે સાંજ વસુંધરાને લીલુડી ચુંદડી ઓઢીને,

સોહાગણ બનાવવા વસુધાના સ્વપ્નને આવને વરસાદ,


જોજે, વરસજે જીવનદાતા બની, વિધ્વંસકારી ના બનજે,

આપવા તૃપ્તિ અને સંતુષ્ટિ જીવનની,આવને વરસાદ,


હું પણ અનંત વિરહિણી છું પ્રતીક્ષારત્ પ્રીતમના સંદેશની,

શ્રાવણમાં પિયુને સાથે લઈ ભીંજવવા આવને વરસાદ.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Abstract