STORYMIRROR

Manisha Patel

Tragedy Inspirational

3  

Manisha Patel

Tragedy Inspirational

સમય અણધારો

સમય અણધારો

1 min
189

માણસનો માણસને જ

મળતો નથી સથવારો,

આવ્યો છે જુઓને‌ 

સમય કેવો અણધારો.


માનવતા તુચ્છ થઈ છે અને 

થયો છે સત્તાની ભૂખનો મારો,

આવ્યો છે જુઓને

સમય કેવો અણધારો.


પરમસત્તા થવાની હોડમાં માનવ એ 

મહામારીનો કર્યો પેસારો,

આવ્યો છે જુઓને 

સમય કેવો અણધારો.


આવશે અડફેટમાં વિશ્વ આખું

કોને હતો અણસારો,

આવ્યો છે જુઓને 

સમય કેવો અણધારો.


જીવન મોંઘું થયું છે અને

મૃત્યુનો થયો છે વધારો,

આવ્યો છે જુઓને

સમય કેવો અણધારો.


તાંડવ કરી રહ્યો છે કાળ 

જગત પર બનીને અંધારો,

આવ્યો છે જુઓ ને 

સમય કેવો અણધારો.


ત્રસ્ત છે વિશ્વ આખું, 

હવે તો આવે કંઈ આરો,

આવ્યો છે જુઓને 

સમય કેવો અણધારો.


કલુષિત વૃત્તિ બની છે માનવની, 

દુનિયા પર સાપનો ભારો,

આવ્યો છે જુઓને

સમય કેવો અણધારો.


કલિકાલ હજુ કેવો હશે ? પ્રભુ !

અવતાર લ્યો આવીને ઉગારો, 

આવ્યો છે જુઓને 

સમય કેવો અણધારો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy