અમૂલ્ય જીવન
અમૂલ્ય જીવન
જીવન મારું અમૂલ્ય, નજરાણું છે ઈશનું,
ખર્ચવું છે યોગ્ય રીતે, નાણું છે જગદીશનું,
અનેક સત્કર્મો થકી મળે અણમોલ ઉપહાર,
માર્ગના ઝંઝાવાતોથી માનીશ નહિ હું હાર,
નીરખું છું દુનિયા, ઉપકાર છે માત-પિતાનો,
સાર્થક કરવું છે જીવન, સાર તેમની શિક્ષાનો,
અનેક કષ્ટ સહી મા-પિતા કરે જીવન ઘડતર,
બની યોગ્ય સંતાન આપવું સંસ્કારોનું વળતર,
નથી અધિકાર કોઈને, સ્વયંનું જીવન લેવાનો,
જન્મ સફળ કર્યા વિના, મોક્ષ નથી મળવાનો,
વાપરો પરહીત કાજે જીવન છે મોંઘા મૂલનું,
વેડફ્યું જો વ્યર્થ તો પ્રાયશ્ચિત નથી એ ભૂલનું.