STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

4  

Kiran piyush shah "kajal"

Abstract

છે

છે

1 min
374

નથી જોયો કદી સંબંધ વર્તન ઓરમાયું છે, 

અડીને લાગણીઓ ત્યાં મળેલી તે ઘવાયું છે,


ટહુકા આજ એનાં સાંભળીને જે હરખ થાતો,

જરૂરિયાત એની પણ હતી કે ઓળખાયું છે,


અહીંયા મૌન રાખી આજ શું કરશો, કહેશો ને ?

ઢળી જાશે અહીં યૌવન, ફરી જો ભોળવાયું છે,


કરો કોશિશ લાખો વાર તો પણ હાર મળતી ને,

પ્રયાસો એ નકામા લાગતાં પણ જીરવાયું છે,


ચહેરો એ જ મોહક લાગતો મન મોહતો એતો,

નજર મળતા તરસ વઘતી કળી ભાવો છવાયું છે,


નગર વચ્ચે બહું દૂરી, ઊડી મન ત્યાં પહોંચ્યું,

મથામણ કામ લાગી ભૂલ ભૂલી ઝંખવાયું છે,


સ્મરણ એનું કરે છે આજ ડોકિયું અચાનક ને,

નજીવા એક ઝટકો ત્યાં લગાવી ખોરવાયું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Abstract