STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

સવાર થયું ને

સવાર થયું ને

1 min
399

સવાર થયું ને આભે ઊગ્યો આફતાબ,

આ બાગે ખીલ્યું સુંદર સુગંધિત ગુલાબ,


સવાર થયું ને સોનાની જેમ ચમકી આ ધરતી,

જાણે પ્રકૃતિના હરેક તત્વો જાણે ઉતારે ઈશ્વરની આરતી,


સવાર થયું ને આ ઝાકળે ચૂમ્યું ફૂલોનું ભાલ,

આ શરમથી થઈ ગયા ફૂલોનાં ગાલ લાલ,


સવારને થયું ને દિલના દ્વારે ખુશીએ આપી દસ્તક,

આ કુદરતની સુંદરતા જોઈ મારું હૈયું થયું કુદરતને હસ્તક,


સવાર થયું ને આ માનવી નિદ્રામાંથી જાગ્યો,

ધન દૌલત કમાવવા એટલો જલ્દી જલ્દી ભાગ્યો,


સવાર થયું ને મંદિરે થઈ આ આરતી,

આ મસ્જિદે થઈ અજાન,

તોય માનવી ઈશ્વરથી છે સાવ અજાણ,


આ સવાર થયું ને ખેડૂતો ચાલ્યા પોતાના ખેતર ભણી,

ખેતર પ્રત્યે છે એને સંતાનો જેવી લાગણી,


સવાર થયું ને પંખીઓએ કર્યો કલશોર,

જગત આખું બન્યું આનંદ વિભોર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract