STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract Tragedy

4  

Kiran piyush shah "kajal"

Abstract Tragedy

જેવું

જેવું

1 min
342

હતું ઘરમાં સખી અપમાન જેવું

પછી મન લાગતું વેરાન જેવું, 


સહન કરતી રહી કાયમ વધારે

છતાં છે ક્યાંય પણ સન્માન જેવું ?


ઘા ઝીલ્યા પીઠ પર હસતા રહીને,

હવે ત્યાં ક્યાં બચ્યું છે ભાન જેવું,


અસર થાતી નથી આજે કશાની, 

નથી મળતું કશે પણ સ્થાન જેવું,


કદી સેવી હતી આશા ઘણીયે

થશે જીવન કદી લોબાન જેવું,


પડે ખાડો કદી પૂરાય ક્યાં છે ?

મળે મુઠ્ઠી નસીબે ધાન જેવું,


રખડતી જિંદગી જીવી જઈને,

કદી મળશે નહીં ત્યાં માન જેવું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Abstract