STORYMIRROR

Narendra K Trivedi

Abstract Inspirational

4  

Narendra K Trivedi

Abstract Inspirational

હેપ્પી રક્ષાબંધન

હેપ્પી રક્ષાબંધન

1 min
403

બેન ઊભી આંગણીએ, બે શબ્દ પૂછ તું

હાથમાં રાખડી, સુરક્ષા વિશે પૂછ તું,


છોડ્યું પિયર, બે ઘરને ઉજાળતી એ

બંધન છે સહોદરનાં, વીરાને પૂજતી એ,


વિતાવ્યું બચપણ, જે ઘરને આંગણીએ

એ આંગણે તું, આવકાર મીઠો આપજે,


હશે સદા કાળ દૂર, તો પણ હૃદયે યાદ તારી

મેઘ, ઠંડી, તાપમાં, એ આશિષથી વરસતી,


આવતી એ જોશથી, વીરા તણા મેળાપે

ઘર ભણી ધીમી વળતી, સ્નેહભરી આંખે,


રાખડી લઈને આવી બેના, પ્રેમને સમજ તું

તારો વૈભવ કઈ નથી, સંબંધને પરખ તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract