STORYMIRROR

Narendra K Trivedi

Abstract Classics Inspirational

3  

Narendra K Trivedi

Abstract Classics Inspirational

હર કોઈ

હર કોઈ

1 min
7

હર કોઈ.


મોહની   ઝંઝીરમાં,   જકડાય   છે   હર    કોઈ,
એની  જ  તો આગમાં,  સપડાય  છે  હર  કોઈ.

ક્ષણભરના  ભક્તિ  ભાવથી,   નમાવી   શીશને,
દોડતી    જિંદગીમાં,   હરખાઈ  છે   હર   કોઈ.

સંબંધોનાં  જ તાંતણે,  વણાય  છે નાતા  અહીં,
ખરાબ   સમયમાં,   પરખાઈ  છે    હર     કોઈ.

કર્યા  હશે લાખ  કામો,  ભલેને   કોઈએ  અહીં,
ખોટું  કામ     થયે,   કવખોડાય   છે  હર   કોઈ.

હશે આભા  તેની, ઝાંઝવાનાં જળ જેવી અહીં,
ને,  તકતીઓ  વડે,   વખણાય  છે   હર   કોઈ.

નરેન્દ્ર ત્રિવેદી(ભાવનગર)
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract