STORYMIRROR

Narendra K Trivedi

Abstract Classics Inspirational

4  

Narendra K Trivedi

Abstract Classics Inspirational

દૃષ્ટિ

દૃષ્ટિ

1 min
13

દૃષ્ટિ એવી સૃષ્ટિ, એમ કહેવાય છે,
પણ નિર્મલ દૃષ્ટિ, ક્યાં સહેવાય છે.
ભોલેનાથને સહુ તો, ત્રિનેત્ર કહે છે,
અગન જ્વાળા તેની, તો પંકાય છે.
કરુણા,પ્રેમ,ભાવ ને દયનીય દૃષ્ટિ,
જેને સમજાવી છે, તેને સમજાય છે.
દૃષ્ટિ હીન, હીન નથી, પ્રજ્ઞા ચક્ષુ છે,
બ્રેઇલ લિપિથી, તેને પણ વંચાય છે.
દૃષ્ટિ જ સાચું, જીવનનું તો અંગ છે,
દૃષ્ટિથી જ જીવનનમાં, તો ઉમંગ છે.

નરેન્દ્ર ત્રિવેદી(ભાવનગર)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract