STORYMIRROR

Narendra K Trivedi

Abstract Classics Inspirational

4  

Narendra K Trivedi

Abstract Classics Inspirational

પિતા

પિતા

1 min
2

*પિતા*

પિતા પણ પુરુષ હોય છે, એ હવે મને સમજાયું,
રડતાં નથી આંખમાં આંસુ હોય,હવે મને સમજાયું,
બહાર જાય મા ગળે વળગી જાય, આવજે બેટા કહે,
પિતા દૂરથી નીરખે, જાય, પહોંચે ત્યાં સુધી ધ્યાન ઘરે.
પિતાને ખબર હોય છે, એ કહેતા નથી ખૂબ ચિંતા કરે,
નજર તેની હોય છે બાળ પર, સહજતાથી ડગલું ભરે.
પિતાના ઠપકામાં કઠીન શબ્દો, પણ હૃદય કોમળ હોય,
ભવિષ્ય ઉજ્જવળ  બને, વિચારે આંખો સજળ હોય.
પિતાની લાગણી સમજવી અઘરી હોય છે, અવ્યક્ત,
પિતાનાં છાંયડામાં હોય ત્યાં સુધી, સહુ ભારથી મુક્ત.

નરેન્દ્ર ત્રિવેદી(ભાવનગર)
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


Rate this content
Log in

Similar gujarati poem from Abstract