દિવાળી
દિવાળી
કાચા કોળિયાની માફક આ દુનિયા દેખાણી છે,
છતાં અમે અમારી રીતે દરેક રાત અજવાળી છે,
ગોખથી માંડી ભીતર સુધી એક જ્યોત અમે પ્રગટાવી છે,
ખુશીઓની રંગોળી દોરી એક ભાત અમે શણગારી છે,
દુઃખની જાળી આગળ રાખી, સુખની મીઠાશ ગાળી છે,
ભાવનાઓને ભેટી અમે લાગણીઓ છલકાવી છે,
દુનિયાદારી છોડી અમે જાત અમારી જાણી છે,
શ્વાસે શ્વાસ ને જીવી જાણો જીવન એ જ દિવાળી છે !