એ મુલાકાત
એ મુલાકાત
તારી ને મારી એ મુલાકાત કંઈક જોરદાર હશે,
જ્યારે શબ્દો ઓછા ને, આંખો આંખોમાં કેટલીયે વાત થશે,
આ તણખલાની માફક આંખોમાં એક સવાર હશે,
જ્યારે શમણાંઓમાં વારંવાર મળ્યાનો અહેસાસ થશે,
ફૂલોની જેમ ચહેરો ખુશહાલ હશે,
જ્યારે દર્પણ સામે પૂરેપૂરો શણગાર થશે,
ને દરેક મુલાકાત એક મીઠી યાદ કહેવાશે,
જ્યારે વિખૂટા પડવાની શરૂઆત થશે,
તારી ને મારી એ મુલાકાત.
