મારો પ્રિયતમ
મારો પ્રિયતમ
શબ્દ મારો પ્રિયતમ,
શબ્દ મારો શણગાર,
હું તો માત્ર કલમ !
ને કાગળ મારો અણસાર,
નથી વેદના, નથી વિરહ, નથી મનનો ભાર,
જીવન આખું જીવી જાણું જો હોય શબ્દનો સાથ,
શબ્દ ભ્રમણા, શબ્દ શમણાં, શબ્દ કોઈ આરામ,
હું દીવાની શબ્દોની ને શબ્દ મારું કોઈ ધામ !
