સ્ત્રી...
સ્ત્રી...
તું પોતે પોતાની જાતને મારી નાખ,
ઉછેર કર્યા બાદ બેમોત મરતાં તું જોઈ નહિ શકે
ને માટે દીકરી જન્મે એ પહેલાં તું એને મારી નાખ.
આઝાદ દેશ થયો છે તું નહિ,
આઝાદ તિરંગો થયો છે તું નહિ,
માટે આ જાતને ઢાંકવા કાજે તું એક કાપડ સાંધી રાખ.
ને તારે હથિયારની કોઈ જરૂર નથી,
આ પુરુષ કેરી જાતને જન્મ આપવાનું વાળી નાખ.
તું પોતાની જાત સાથે લડ્યા કર,મથ્યા કર...
આ લાગણી સાથે કોઈને રમવાની છૂટ ના આપ.
ને ક્યાં સુધી આ ધરતીમાં તું સમાયા કરીશ,
તું પોતે વિનાશ આ ધરતીનો કરી નાખ.
તું પોતે પોતાની જાતને....
