STORYMIRROR

Sangam Dulera

Others

3  

Sangam Dulera

Others

ઓળખાણ

ઓળખાણ

1 min
169

જો બહાર આ રણકાર શેનો છે ?

સાવ ધીમો ને સાદો સાદ, આ ભણકાર શેનો છે ?


નથી આવ્યો કોઈના આવ્યાનો અણસાર,

તો આ આભાસ શેનો છે ?


ને થીજી ગયા છે બહાર, વહેતા પવન,

તો પછી સૂસવાટા કરતો આ શ્વાસ કોનો છે ?


ને ક્યાં સુધી રહું હું બંધ બારણે,

મને પણ જોવા દે, દુનિયાનો દેખાવ કેવો છે,

ને હું છું ! તારી ઓળખાણ, હવે બોલ તને ફફડાટ શેનો છે.


Rate this content
Log in