STORYMIRROR

Narendra K Trivedi

Abstract Tragedy

4  

Narendra K Trivedi

Abstract Tragedy

વરસાદને પૂછવાનું રહી ગયું

વરસાદને પૂછવાનું રહી ગયું

1 min
390

વરસાદને પૂછવાનું રહી ગયું

ભલા આમે તે વરસાતું હશે

હતી આશા ત્રણ-ચાર ઈંચની

ને, તું વાદળ ફાડીને વરસી ગયું,


હતી સાથે છત્રી, રેઈન કોટની સુરક્ષા

નીતરી ગયા સૌ અહીં, આબરૂ ના રહી

વાહન હતું, વહેતા પાણીમાં વહી ગયું

સામે દેખાતા ઘરનું, લાબું અંતર થઈ ગયું,


કોણ જાણે, કોણે ખોટો સંદેશ આપ્યો તને

ધરતી પરનું જળ ખૂટયું, નદીઓ થઈ ખાલી 

બાર મેઘ દોડાવ્યા પ્રભુ તમે, વરસો મન મૂકી !

જળબંબાકાર થઈ, સ્થળ ત્યાં જળ થઈ ગયું,


વરસો, વરસો, વાદળ મન મૂકીને વરસો

પણ, આભ ફાટીને નહીં ધીમી ધારે વરસો,


વરસાદને પૂછવાનું રહી ગયું

ભલા આમે તે વરસાતું હશે ?

હતી આશા ધીમી ધારથી વરસે,

ને, તું વાદળ ફાડીને વરસી ગયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract