STORYMIRROR

Rajeshri Thumar

Abstract

4  

Rajeshri Thumar

Abstract

મનમોજી

મનમોજી

1 min
388

જો વરસે તું વાદળ બની અનરાધાર,

તો તણાઈ જતું માનવમહેરામણ,

કેમ બન્યો તું આટલો મનમોજી,


જો માંડી મીટ જુએ રાહ જગતાત,

તો નિષ્ઠૂર બની છુપાતો તું જગતાતથી,

કેમ બન્યો તું આટલો મનમોજી,


જો વરસે તું મન મૂકીને મુશળધાર,

તો ભૂખ્યા સૂઈ જતા પશું પંખી,

કેમ બન્યો તું આટલો મનમોજી,


જો વાદળ બની કરે તું ખોટી ગર્જના,

તો પાણી વિના જ તડપે જીવસૃષ્ટિ,

કેમ બન્યો તું આટલો મનમોજી,


જો ઘડી બને તું નિર્દયી તો ઘડી હેલીએ,

તો ના સમજાતી તારી અટપટી માયાજાળ,

કેમ બન્યો તું આટલો મનમોજી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract