STORYMIRROR

Rajeshri Thumar

Others

3  

Rajeshri Thumar

Others

નવલાં નોરતાં

નવલાં નોરતાં

1 min
166

આવ્યા માના નવલા નવ નોરતા,

પૂજાણી તું નવધા સ્વરૂપે મા દુર્ગા,


મા અંબેનો પધરાવી ગરબો,

હેતે કરી પૂજા ઉપાસનાને અર્ચન,


નવલી નવરાત્રીની ભાતીગળ ભાતે,

મા દુર્ગા સંગ ઘૂમતી ગરબે ગોપીઓ,


કેડે કંદોરો ને સોહે હાથ નવલખી ચૂડી,

ઘૂમરે ચડી ચણીયાચોળી ઝાકમઝોળ,


સંગીતના સથવારે મચી ગરબાની રમઝટ,

ખેલૈયાઓ મચાવે રઢિયાળી રાતે રમઝટ,


ગાજે આખું અંબર ઢોલના ધબકારે,

ધ્રૂજે આજ ધરા ઝાંઝરના ઝણકારે,


મા તુજ કુમકુમ કેરા પગલાં પડ્યા,

આનંદ ઉલ્લાસે ગવાય રૂડા ગરબા,


અસત્ય પર સત્યનો માએ મેળવી વિજય,

ધામધૂમથી ઉજવી મીઠાઈ સંગ વિજયાદશમી,


જલાવી દઈ મનની અંદરના દુર્ગુણો,

સજાવી લઈ હરખની હેલીએ સદગુણો.


Rate this content
Log in