STORYMIRROR

Rajeshri Thumar

Romance

4  

Rajeshri Thumar

Romance

વિરહ

વિરહ

1 min
390

થતી કષ્ટદાયક વિરહ વેદનાને,

કરતી યાદ તારો રસ્તો.

હોય ઉગતી ઉષા કે આથમતી સંધ્યા,

કરતી હંમેશ યાદ તારો રસ્તો.


દેખાય પહેલું કિરણ સુરજ તણું,

ને આવતી મીઠી તારી યાદ.

થાય આછું અંજવાળું ચાંદ તણું,

ને કરતી યાદ તારો રસ્તો.


સમી સાંજે ઘેરાતી તારી યાદને,

ઝૂરતી હું તારા વિરહમાં.

સહેજ થતા અંધારે,

કરતી યાદ તારો રસ્તો.


તારા એક અવાજે થાય ભણકારો,

શીદને તું થાય છે દુર,

એક પલ માટે પણ,

થતી અકળામણ વિરહ વેદનાથી.


કરતી રોજ શિકાયત સમયને,

શાને કરતો તું ઉતાવળ.

થંભી જાને જરાક મારે ખાતર,

તને ક્યાં છે કોઈનો વિયોગ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance