છો તું દોસ્ત જન્મોથી
છો તું દોસ્ત જન્મોથી
દિલની નજીક આટલો તું કેમ છો ?
હશે જ કોઈ કારણ જો તું ખાસ છો.
બધા મિત્રોમાં રહ્યું તુજ નામ ઉપર,
તેથી જ તો લાગતું સબંધ છે આ જન્મોથી.
મળી જ્યારથી તને હું, રહ્યો તુજ પ્રભાવ મુજ પર,
પહેલી જ નજરથી માની લીધું છો તું દોસ્ત જન્મોથી.
થતું જયારે મન સાંભળવા તુજ ક્લબલાટ,
આવતી સાંભળવા પાસ તુજ ક્લબલાટ.
લાગતી નકામી દુનિયા જ્યાં ના હોય તું,
કરતુ કોઈ વાત તુજ સંગ તો ઝલતી હું.
હતી ફિદા તુજ પર, છું ને રહીશ સદા,
તેથી જ તો ડરતી ન આવે કોઈ દોસ્ત તુજ જિંદગીમાં.
કરતી દુવા ઈશને રોજ, અહેસાન કર મુજ પર તું,
કરીશ નહીં ક્યારેય જુદા આ દોસ્તને મુજથી.