કાગળ પર
કાગળ પર
થોડા ઉતારું વિચારો કાગળ પર
પછી જુઓ નજારો કાગળ પર,
હું ચિતરું હોડી મધદરિયે પણ
જો તમે દોરો કિનારો કાગળ પર,
જો કે, 'વ્યથા'ને દાદ મળે છે વધુ
કદી 'નિજાનંદ' ઉતારો કાગળ પર,
શહેરો આખે આખા સળગે છે જો
થઈ જાય એક તીખારો કાગળ પર,
ગમને વાંચીને લાગે એમ કે જાણે
હોય બધા જ 'બીમારો' કાગળ પર,
'વાહ' ના કરો તો ચાલશે, વાંચજો,
નહીં તો રહેશે લખનારો કાગળ પર.