કાયમી છે
કાયમી છે
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
આવારગી નજરની એની તો કાયમી છે.
બાજી હવે અલગથી રમવી શું વ્યાજબી છે ?
આંસુ હતાં કિનારે ભીનાશ ત્યાં હતી ને,
નમણાશ એ જ એનો શણગાર, સાદગી છે,
આપીશ સાથ સાજણ છે જિંદગી તમારી,
બાંહો તમે પ્રસારો એ હાથ પાલખી છે,
જીતી જશે હવે તો, એ આખરી જ બાજી.
ઈનામ તો મળ્યા છે હા જીત નામની છે,
ખોલી કમાડ સ્વાગત કરશે તમારું દ્વારે,
શરતો પછી બતાવી પાળીશ ? આકરી છે,
સાગર તટે એ ઊભી પાણી હતું હતી પ્યાસ,
પ્યાસી રહી હતી ને, શોધી એ નાવડી છે,
સંભાવના બધી ત્યાં ખોટી પડી હતીને,
'કાજલ' હવે ભરોસો ત્યાં રાખ ખાનગી છે.