લાગે
લાગે
ચાહ જેવી કદીક લત લાગે,
પ્રેમમાં આજ જો શરત લાગે,
એ હિમાલય ચડી જશે બોલો,
ત્યાં શરત મૂકવી રમત લાગે,
જિંદગી જીવતાં શીખી જાજો,
થાક પાછો અહીં સખત લાગે,
સ્હેજ છેડો જ સ્પર્શી જોયો ત્યાં
મન ઢળી જાય એ મમત લાગે,
ખોલજો ને જરાક આંખો તો
આપવું ધ્યાન ત્યાં ગલત લાગે ?
