કારાગારમાં તે તો જનમ લીધો
કારાગારમાં તે તો જનમ લીધો
કારાગારમાં તે તો જનમ લીધો, ગોકુળમાં વાસ
મથુરામાં રાજ્ય કર્યું, દ્રારકામાં કીધો નિવાસ,
ચૌદ ભુવનનો રાજિયો, શાને બેઠો છે ઉદાસ
ન ભૂલાયો એ બ્રાહ્મણ, સુદામા આવે છે યાદ,
આવ્યો દ્વારે ગરીબ બ્રાહ્મણ, દોડી ગયો રે પાસ !
મુઠ્ઠી ભરી તાંદુલ ખાધા, કરી દીધો ભવથી તો પાર,
રૂક્ષ્મણી હતી પટરાણી, હતી તારે આઠ રાણી
વચન કાજે લગન કરીને લાવ્યો, ૧૬૧૦૦ રાણી,
ધર્મયુદ્ધ કુરુક્ષેત્રમાં, વિના યુદ્ધે રહ્યો પાંડવ પાસ
જગતને આપી ગીતા, જ્ઞાનને તો તે દીધું પીરસી,
ભોળા જેવો નથી ભોળો, કપટી શાને કહેવાયો
જતુ નહીં કોઈ ખાલી હાથે, કેમ તું નાં સમજાયો,
અખિલ બ્રહ્માંડમાં તું એક હરિ, ચોતરફ પંકાયો
પૂર્ણરુપે અવતરણ કીધું, ભક્તોને કારણ આજ.