STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

4  

Kiran piyush shah "kajal"

Abstract

ગઝલ લખી

ગઝલ લખી

1 min
270

આખીય રાત જાગી સવારે ગઝલ લખી, 

ક્યારેક ખાસ કોઈ ઈશારે ગઝલ લખી,

 

જાણી શકું ઝુકાવ તમારો કદીક તો, 

થાકી ગયેલ મનના વિચારે ગઝલ લખી,

 

મોંઘુ પડેલ સ્નેહ જતાવી અલગ થવું,

હૈયું દળાય એમ દરારે ગઝલ લખી,

 

ઢાળી નજર રિવાજ ગણાવી શકો તમે,

મિત્રા કહીશ આજ વધારે ગઝલ લખી,

 

ધારી અસર પડેલ તમારી સખા અહીં, 

વાર્તા કરેલ ખાસ નજારે ગઝલ લખી.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Abstract