STORYMIRROR

Manisha Patel

Drama Inspirational

4  

Manisha Patel

Drama Inspirational

શોધ સુખની

શોધ સુખની

1 min
319

બહુ થયું ! નથી ફરવું હવે મૃગજળ જેવાં

સાચાં સુખની શોધમાં,

જેમ રાખીને કસ્તુરી નિજ નાભિમાં

રખડવું વને વન સુગંધીની શોધમાં !


બહુ થયું ! નથી અટવાવું હવે

જીવનના કોઇ અવરોધમાં,

મૂકી દો મનને છૂટું હવે

લાગણીના વહેતા ધોધમાં....


ધોધ લાગણીનો દૂર કરી દેશે

વિષાદ બધા મનના,

 તાજગીભર્યા નવા વિચારોથી

ઊઘડશે દ્વાર બધા હૃદયનાં....


થશે ત્યારે નવ સ્ફૂર્તિનો સંચાર અને

મળશે મુક્તિ અકળામણથી, 

નવ ચેતનાથી સંતોષ પામશે મન

જ્યારે મૂકી દેશું કડાકૂટ અમથી ....


શોધે છે જન સુખ ને બહાર

બધે સમગ્ર જગમાં,

પણ એ તો સહજ લભ્ય છે

જો ડોકિયું કરીએ નિજ અંતરમાં....


Rate this content
Log in

Similar gujarati poem from Drama