વિશ્વયુદ્ધ
વિશ્વયુદ્ધ
આકાશે કાળાડિબાંગ વાદળાં દેખાયા,
ગાઢ અંધારા પૂનમની રાતે છવાયા,
શિયાળિયાં ભેંકારભાળી રડવા લાગ્યા,
જેમ વિશ્વયુદ્ધ તણાં ભણકારા થયાં.
ડાહ્યા દેશો ચર્ચાને ચકરાવે ચડ્યા,
સૌએ પોતપોતાના મંતવ્યો રજુ કર્યા,
વાતો સાંભળી પણ સહમત ન થયા,
છેવટે યુદ્ધના મંડાણ થઈ જ ગયા.
દરેક દેશોમાં હલચલ ખુબ વધી,
પોતાને બચાવવા કોશિષ બહુ કીધી,
કબ્રસ્તાનોમાં સંકડાશ વધતી ગઈ,
માણસાઈ જાણે એમાં દફન થઈ ગઈ.
